બાબા રામદેવનો JNU પર હલ્લાબોલ, જ્ઞાન આપીને દીપિકાને આપી દીધી સલાહ

Sharmishtha Kansagra

JNUએ દેશભરમાં વિરોધનો વંટોળ ઉભો કર્યો છે બોલીવુડથી લઇ રાજકારણ આ વિષય પર ગરમાયું છે.  સામાન્ય રીતે કોગ્રેસની ટીકા કરનારા બાબા રામદેવએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના વખાણ કરતાં ચોમેર ચર્ચાનો વિષય બની ગયો છે. ઈન્દોરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન બાબાએ કમલનાખના ખુબ વખાણ કર્યા હતા. કમલનાથ એક દુરદર્શી વ્યક્તિ છે. ત્યારબાદ દીપિકા વિશે જે વાત કરી એના લીધે બાબાની ચર્ચા થઈ રહી છે.

બાબા રામદેવે દીપિકા પાદુકોણને એક સલાહ પણ આવી દીધી છે. બાબા રામદેવે JNU જવા પર દીપિકાનો કટાક્ષ કર્યો છે. બાબાએ કહ્યું કે- દીપિકામાં અભિનયની કુશળતા હોવી એ અલગ વાત છે. પરંતુ તેણે બધા સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક મુલ્યોને વધારવા માટે દેશને સમજવો પડશે અને વધારે જ્ઞાન મેળવવું પડશે. ત્યારબાદ તેને આટલો મોટૉ નિર્ણય લેવો જોઈએ. તેણે કહ્યું કે, મને લાગે છે કે દીપિકાએ બાબા રામદેવ જેવા સલાહકાર રાખવા પડશે, કે જે આવા મુદ્દા પર એને સલાહ તો આપી શકે.

એ સિવાય દીપિકાનું આ વલણ જોઈને કેટલીક બ્રાન્ડસએ કહ્યું કે, તેઓ દીપિકાવાળી પોતાની જાહેરાતોને ઓછી દેખાડી રહ્યા છે. ત્યાં જ નામચીન સિતારાઓના એન્ડોર્સમેન્ટ સંભાળનાર મેનેજરોએ કહ્યું તે, આગામી સમયમાં જાહેરાતોના કરારમાં આ પ્રકારના ક્લોઝનો ઉમેરો કરવામાં આવી શકે છે, જેમા કોઇ પણ સેલિબ્રિટીના રાજનીતિક વલણથી સરકારના નારાજ થવાનું જોખમનો ઉલ્લેખ હોઇ શકે છે. કોકાકોલા અને એમેઝોન વગેરેને રિપ્રેઝેન્ટ કરનાર IPG મીડિયા બ્રાન્ડ્સમાં ચીફ એગ્જિક્યૂટિવ શશિ સિંહાએ કહ્યું કે,”સામાન્ય રીતે બ્રાન્ડ સુરક્ષિત દાવ જ રમે છે. તેઓ કોઇ પણ વિવાદથી બચવા માંગે છે.”

Find Out More:

Related Articles: