શાહરૂખને પણ આવી ગયા ચક્કર ગયા જ્યારે દિકરી સુહાનાએ એક ડ્રેસ પાછળ કર્યો અધધધ ખર્ચ

Sharmishtha Kansagra

શાહરૂખ ખાને ગયા વર્ષે બોલીવુડને ભલે એક પણ ફિલ્મ  ન આપી હોય પણ તે કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેની દીકરી સુહાના ખાનનાં કારણે કિંગ ખાન ચર્ચામાં છે. તાજેતરમાં જ કિંગ ખાનની નવા વર્ષની ઉજવણીને લઇ કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી. આ તસવીરોમાં તેની પત્ની ગૌરી ખાન સહિત સમગ્ર પરિવાર હતો. અબરામ, આર્યન સાથે અનન્યા પાંડે, સંજય કપૂર જેવા નજીકના દોસ્તોએ અલીબાગમાં તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરી.

લગ્ન સમારોહ અથવા બર્થ ડે પાર્ટીમાં આપણે હંમાશા કલાકારોને મોંઘા ડ્રેસમાં જોઇએ છીએ. એસઆરકેના નવા વર્ષના બૈશમાં પણ આવું જ જોવા મળ્યું, જ્યાં કેટલાક ટ્રેન્ડીંગ વિકલ્પ જોવા મળ્યા. જ્યાં અનન્યાએ બબલગમ પિંક મીની ડ્રેસને પસંદ કર્યો, ત્યાં જ બીજી બાજૂ સુહાનાએ વન-શોલ્ડર બાલ્મેન ડ્રેસ પહેરી હતી.
સુહાનાનો ડ્રેસ આમ તો તકને અનુકૂળ હતી. ડ્રેસમાં ખભાની એક બાજૂથી ડ્રેગન ખભાનાં ઉભારની સાથે બનાવટ સાથે નૈક ડિઝાઇન બનાવવામાં આવી હતી. તેણે પોતાની ડ્રેસને ગોલ્ડન હિલ્સ, લુઝ કર્લ અને જીરો મેકઅપ સાથે પેર કર્યો હતો. પરંતુ જે વસ્તુઓ સૌ કોઇનું ધ્યાન આકર્ષિત કર્યું તે તેના ડ્રેસની કિંમત હતી. તેના ડ્રેસની કિંમતએ સૌ કોઇને ચોંકાવી દીધા.

2,875 પાઉન્ડની આ ડ્રેસની કિંમત ભારતીય રૂપિયામાં 2,70,000 છે. તમને જણાવી દઇએ કે, આટલા રૂપિયા કોઇ ફ્રેશરને તેના વાર્ષિક પગારમાં મળી શકે. સુહાનાએ તસવીરોને શેર કરતા ઇન્સ્ટાગ્રામ ઉપર “હેપ્પી ન્યૂ ઇયર #2020” લખ્યું હતું

Find Out More:

Related Articles: