14 વર્ષની ઢીંગલીએ 120 ભાષામાં ગીત ગાઇને જીત્યો ‘ગ્લોબલ ચાઈલ્ડ પ્રોડિજી 2020’ એવોર્ડ
મૂળ ભારતીય અને હાલ દુબઈની રહેવાસી સુચેતા સતીષે ગ્લોબલ ચાઈલ્ડ પ્રોડિજી 2020નો અવોર્ડ સિંગિંગ કેટેગરીમાં પોતાને નામ કર્યો છે. 14 વર્ષની સુચેતા 2-3 નહીં પણ કુલ 120 ભાષામાં ગીત ગાઈ શકે છે.
શુક્રવારે દિલ્હીમાં 100 ગ્લોબલ ચાઈલ્ડ પ્રોડિજી અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડને ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન અને ઓસ્કર વિનિંગ મ્યુઝિક ડિરેક્ટર એ. આર. રહેમાન સપોર્ટ કરે છે. આ અવોર્ડ ડાન્સિંગ, મ્યુઝિક, આર્ટ્સ, રાઇટિંગ, એકટિંગ, મોડેલિંગ, સાયન્સ, ઈનોવેશન અને સ્પોર્ટ્સ કેટેગરીમાં આપવામાં આવે છે.
સુચેતા દુબઈમાં ઈન્ડિયન હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. અવોર્ડ જીતવા પર તેણે જણાવ્યું કે, મને મારા બે વર્લ્ડ રેકોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવી હતી. કોન્સર્ટ દરમિયાન અલગ-અલગ ભાષામાં સોન્ગ ગાવા બદલ અને નાનકડી ઉંમરમાં કોન્સર્ટમાં લાંબા સમયગાળા દરમિયાન સોન્ગ ગાવા બદલ મને અવોર્ડ માટે સિલિકેટ કરવામાં આવી. 12 વર્ષની ઉંમરમાં મેં દુબઈમાં 6.15 કલાકમાં 102 ભાષામાં સોન્ગ ગાયા હતાં. 120 ભાષામાં સોન્ગ યાદ રાખવા અને તેને ગાવા તે કોઈ નાની સૂની વાત બધી. સુચેતા એકપણ દિવસ ચૂક્યા વગર પ્રેક્ટિસ કરે છે. એટલું જ નહીં પણ તેનાથી અભ્યાસ ડિસ્ટર્બ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખે છે. સુચેતાએ કહ્યું કે, હું સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) બોર્ડમાં અભ્યાસ કરું છું. મારું માનવું છે કે, વિદ્યાર્થી બીજી એક્ટિવિટીમાં સમય આપી શકે તે માટે તેને સ્કૂલમાંથી ઓછું હોમવર્ક આપવું જોઈએ.