રેલવેએ ફરી બદલ્યો રંગ, 30 જૂન સુધી બુક થયેલી બધી ટ્રેન રદ

 કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે ત્યારથી જાણે બધું થંભી ગયું છે. હજી તો બે દિવસ પેલા લેવાયેલ ટ્રેન ચાલુ કરવાનો નિણર્ય ફરી ફોક કર્યો છે.  રેલવેએ 30 જૂન સુધી બુક થયેલી ટ્રેન ટિકિટ્સ રદ કરી છે. શ્રમિક સ્પેશિયલ અને સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે. આ નિર્ણયથી હાલ એમ માનવામાં આવી રહ્યું છે કે 30 જૂન સુધી ટ્રેનની સામાન્ય સેવાઓ શરૂ નહિ થાય. સામાન્ય રીતે ટ્રેનની ટિકિટ્સ 120 દિવસ પહેલા બુક કરી શકાય છે. એવામાં લોકડાઉન પહેલા જ ઘણી ટિકિટ બુક કરવામાં આવી હતી.

 

એસી સ્પેશિયલ ટ્રેન ચલાવ્યા બાદ રેલવે ઝડપથી મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરી શકે છે. રેલવે મંત્રાલયે તેની તૈયારી શરૂ કરી છે. રેલવે બોર્ડે બુધવારે આદેશ બહાર પાડ્યો હતો. તે મુજબ 22 મેથી સ્પેશિયલ એસની સાથે બીજી ટ્રેનોમાં પણ વેટિંગ લિસ્ટવાળી ટિકિટ ઈસ્યુ કરવામાં આવશે.

 

જોકે RAC વાળી ટિકિટ હાલ ઈસ્યુ થશે નહિ. રેલવેએ ફર્સ્ટ એસસીમાં 20 અને સ્લીપરમાં અધિકતમ 200 સુધી વેટિંગ સુધી ટિકિટ બુક કરાવાની મંજૂરી આપી છે. તેની સાથે જ ચેર કાર, એક્ઝિક્યુટિવ કલાસ, સેકન્ડ એસી અને થ્ડ એસીમાં વેટિંગ ટિકિટ બુક કરાવી શકાશે. નવી વ્યવસ્થા 15 મેથી બુક થનારી ટિકિટ પર લાગુ થશે.

Find Out More:

Related Articles: