ગુજરાત સરકારે કોરોના સામે લડતાં સરકારી કર્મચારીઓ માટે લીધો મહત્વપુર્ણ નિર્ણય

ગુજરાત સરકારે કોરોના સામે લડતાં સરકારી કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. કોવિડ 19માં કામગીરી સંભાળતા રાજ્ય સરકારના કોઇપણ કર્મચારીનું કોરોનાના ચેપના કારણે મૃત્યુ થાય તો તે કર્મચારીના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ માહિતી આપી હતી.

અશ્વિની કુમારે કહ્યું કે, રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કોવિડ 19ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કોવિડ 19નાં કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીનાં પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપશે, તેવો નિર્ણય મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે.

 

તેમને વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને PM કિસાન યોજના હેઠળ રૂ.6000ની સહાય અપાશે. 40 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ.2000 જમા થઈ ગયા છે. અંદાજે રૂ.800 કરોડ જેટલી રકમ જમા કરાઈ છે. સાથે જ તેઓએ જણાવ્યું કે, રાજ્યમાં શાકભાજીની કોઈ અછત સર્જાશે નહીં.

 
 

Find Out More:

Related Articles: