ચંદ્રયાન-3નું લોન્ચિંગ 2021માં થશે, સરકારે આપી મંજુરી
ભારત 2021ના પહેલા છ મહિનામાં ચંદ્રયાન-3 લોન્ચ કરી શકે છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સંસંદમાં આ જાણકારી આપી હતી. સરકારે ચંદ્રયાન-3 પ્રોજેક્ટને આ વર્ષે જાન્યુઆરીમાં મંજૂરી આપી હતી. આ પહેલા ચંદ્રયાન-2 મિશન અંદર્ગત 7 સપ્ટેમ્બર 2019ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની કોશિષ સમયે વિક્રમ લેન્ડર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારથી ભારત ચંદ્રયાન-3 મિશનની તૈયારી કરી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સંસદના શિયાળુ સત્રમાં પણ દાવો કર્યો હતો કે છેલ્લા મિશનમાં મળેલા અનુભવ અને વર્તમાન સુવિધાઓના લીધે ચંદ્રયાન-3ના ખર્ચામાં ઘટાડો થશે. જોકે તે સમયે તેમણે એ જણાવ્યું ન હતું કે ત્રીજું ચંદ્રયાન મિશન 2021ના કયા મહિનામાં લોન્ચ કરવામાં આવશે.
સૂત્રો પ્રમાણે આ ચંદ્રયાન મિશન માટે એક ઉચ્ચસ્તરીય કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. તેનું નેતૃત્વ તિરુઅનંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસ.સોમનાથને સોંપવામાં આવ્યું છે. આ સેન્ટરને જ ISROના દરેક લોન્ચ વ્હિકલ પ્રોગ્રામની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ચંદ્રયાન-3થી સંબંધિત દરેક રિપોર્ટ આ કમિટી જ તૈયાર કરશે. ચંદ્રયાન-3નું લોન્ચિંગ 2021માં થઇ શકે છે, તેમાંચંદ્રયાન-2 કરતા ઓછો ખર્ચો થશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. તેનું નેતૃત્વ તિરુઅનંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસ.સોમનાથને સોંપવામાં આવ્યું છે. ચંદ્રયાન ક્યાં મહિનામાં લોન્ચ થશે તે માહિિતી હજુ આપવામાં આવી નથી .