ટ્રમ્પ ગુજરાતની મુલાકાત દરમ્યાન આ ગુજરાતી વાનગીઓ ચાખશે, આ રહ્યું લીસ્ટ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્ની મેલાનિયા, દીકરી ઇંવાકા, જમાઇ જેરેડ કુશનર અને પોતાના પ્રશાસનના ટોચના અધિકારીઓની સાથે આજથી ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. પીએમ મોદીએ ટ્રમ્પના સ્વાગતની વ્યાપક તૈયારી કરી છે. તેઓ અમેરિકન રાષ્ટ્રપતિનું દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સ્વાગત કરશે. રિપોર્ટ કહે છે કે પીએમ નરેન્દ્ર મોદી ખુદ પણ શાકાહારી છે, આથી ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ શાકાહારી ભાણું પીરસશે.

 

સુરેશ ખન્ના ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલના શેફ છે. તેમને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોજન તૈયાર કરવાનું છે. શેફ સુરેશ ખન્નાએ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ માટે ખાસ તૈયારી કરી છે.  ફોર્ચ્યુન સિગ્નેચર કુકીઝ, નાયલોન ખમણ, બ્રોકોલી અને કૉર્ન સમોસા, દાલચીની એપ્પલ પાઇ મેન્યુમાં હશે. તેની તૈયારીઓ ચાલી રહી છે. સુરેશ ખન્નાએ વધુમાં કહ્યું કે સ્પેશ્યલ આદુવાળી અને મસાલા ચા તૈયાર કરી રહ્યા છે, જે મોદીને ખૂબ પસંદ છે. ખન્નાએ કહ્યું કે મેં છેલ્લાં 17 વર્ષથી ગુજરાત પ્રવાસ પર આવનારા અતિથિ માટે મેન્યુ તૈયાર કરી રહ્યા છે.

 

મોદી અને ટ્રમ્પ કેટલીય વખત સાથે જ જમશે. મંગળવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં બંને એક સાથે લંચ અને ડિનર કરવાના છે. ટ્રમ્પની સાથે કેટલીય વખત જમી ચૂકેલા એક નજીકના હવાલેથી લખ્યું છેકે અમેરિકન રાષ્ટ્રપતિ સલાડ ખૂબ પસંદ કરે છે પરંતુ આ સિવાય તેમણે કોઇ શાકાહારી જમતા કયારેય જોયા નથી. ડોનાલ્ડ ટ્રમ્પનો આ કંઇ પહેલો ભારત પ્રવાસ નથી. અમેરિકાની બહાર સૌથી વધુ પ્રોપર્ટી ભારતમાં જ છે અને તેઓ પહેલાં પણ આવી ચૂકયા છે. આથી ટ્રમ્પના સલાહકાર મનપસંદ શાકાહારી ડિશની યાદી બનાવામાં લાગી ગયા હશે.

 

 

 

 

 

 

Find Out More:

Related Articles: