મહારાષ્ટ્રમાં ફરી બાબા રામદેવ માટે લાલ ઝાઝમ

Narayana Molleti
ફરી એક વખત ફડણવીસ સરકાર યોગગુરુ બાબા રામદેવ માટે લાલ ઝાઝમ બિછાવવાની તૈયારી કરી લીધી છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે યોગગુરુ બાબા રામદેવને લાતૂરમાં સોયાબીન પ્રોસેસિંગ યુનિટ માટે બજારભાવથી અડધી કિંમતમાં 400 એકર જમીન અપાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવમાં અન્ય કેટલીક છૂટછાટ આપવાની પણ વાત કરવામાં આવી છે. ખાસ વાતએ છે કે ખુદ બાબા રામદેવે આ વાત જાતે જ પત્ર લખીને બાબા રામદેવને જણાવી છે.


જમીન ઉપરાંત સરકાર સ્ટેંપ ડ્યુટી હટાવી જીએસટીમાં પણ રાહત આપવાનું સાથે જ એક રૂપિયા પ્રતિ યુનિટ વીજળી આપવા જેવી સરકાર વિચારી રહી છે. રાજકીય જાણકારો આ પ્રયત્નને બાબા રામદેવને ખુશ કરવાનો એક પેંતરો ગણાવી રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નાંદેડમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં બાબા રામદેવ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસ એક સાથે જોવા મળ્યા હતાં જ્યાં બાબાને આ પ્રસ્તાવ અપાયો હતો.  


આ અગાઉ પણ ત્રણ વર્ષ પહેલાં સરકારે નાગપુરમાં બાબા રામદેવને ફૂડ પાર્ક મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માટે જમીન આપી હતી જો કે હજી પણ આ પ્રોજેક્ટ શરૂ થાય તેવા કોઇ અણસાર દેખાઇ રહ્યાં નથી.  



Find Out More:

Related Articles: