'સેજલ શર્મા જીવે છે' ટ્વીટ કરતા લોકો ચમક્યા, નામ પરથી થયો ગોટાળો

Sharmishtha Kansagra

ટીવી શો દિલ તો હૈપ્પી હે જીની અભિનેત્રી સેજલ શર્માની આત્મહત્યાના સમાચાર બાદ બોલિવૂડ આઘાતમાં સરી પડ્યું છે. હાલ ટીવી અભિનેત્રી કુશલ પંજાબીની આત્મહત્યાને મહીને પણ નથી થયો અને હવે સેજલ શર્માની આત્મહત્યાની ખબરે ટીવી ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધુ છે. પરંતુ આ વચ્ચે એક અભિનેત્રી દ્વારા કરેલા ટ્વિટ લોકોને હેરાન કરી દીધા છે. આખરે કોણ છે આ અભિનેત્રી જેવા ટ્વિટથી આત્મહત્યા કરનારી અભિનેત્રી સેજલ શર્માનો સંબંધ છે.? કદાચ તમે કન્ફ્યુજ્ડ થઇ રહ્યો છે. કારણકે આ અભિનેત્રીની કહાનીથી એક કન્ફ્યુઝન શરૂ થઇ છે.

જોકે, જે અભિનેત્રીએ ટ્વિટ કર્યું છે કે તેનું નામ પણ સેજલ શર્મા છે અને આ કારણથી તેની મુશ્કેલી ત્યારે વધી ગઇ જ્યારે બીજી સેજલ શર્માની આત્મહત્યા ખબર સામે આવી, એક નામના બે લોકોનું  હોય એ સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક આ કારણે ઘણા લોકોને મુશ્કેલી થાય છે અને આવું જ થયું સેજલ શર્મા સાથે. સેજલની આત્મહત્યાની ખબર સામે આવ્યા બાદ બીજી સેજલ શર્માને લોકો સોશિયલ મીડિયા પર શ્રંદ્ઘાજલિ આપવા લાગ્યા. એટલું જ નહીં ઘણા લોકોએ તેની તસવીરોનો ઉપયોગ કેટલાક મીડિયા તરફથી ભૂલથી સેજલની આત્મહત્યા વાળી ખબરમાં પણ ઉપયોગ કરી. જે બાદ અભિનેત્રીની મુશ્કેલી વધવા લાગી. ત્યારે જઇને તેને તેના ટ્વિટર પર લોકોને આ અંગે જાણકારી આપી.


બન્નેના નામ હિન્દીમાં જરૂર સરખા છે પરંતુ અંગ્રેજીમાં થોડાક ફરક છે. આત્મહત્યા કરનારી સેજલ શર્માએ તેનું નામ અંગ્રેજીમાં ‘Sejal Sharma’ લખતી હતી. ત્યારે બીજી અભિનેત્રી સેજલ શર્મા તેનુ નામ અંગ્રેજીમાં ‘sezal sharma’ લખે છે. સેજલે ટ્વિટ કરતા લખ્યું છે મારા મિત્રો અને પ્રશંસકોને જણાવવા માંગું છું કે હુ જીવું છું. હું અભિનેત્રી સેજલ શર્માની આત્મહત્યાની ખબરથી દુખી છું, હું મીડિયા દ્વારા મારી તસવીરોનો ઉપયોગ કરવા પર પણ ગુસ્સે છું, આવું કરવા પર મારા નજીકન લોકો ખૂબ દુખી થયા હતા.

Find Out More:

Related Articles: