આ અભિનેત્રી નાનપણમાં છોકરાઓને પકડીને કરી લેતી હતી કીસ
બોલિવૂડ અભિનેત્રી કલ્કિ કોચલિન આ દિવસોમાં પોતાની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. હાલમાં તે એક શોમાં આવી હતી ત્યાં તેણે તેની અંગત જીવનની વાત કરી હતી. લોકો આ સાંભળીને મજા લઈ રહ્યા છે અને અભિનેત્રીની મજાક કરી રહ્યાં છે. જ્યારે અભિનેત્રીના ક્લાસમાં શિક્ષક ન હોય ત્યારે તે એકદમ બદલી જતી અને ખોટા ખોટા નાટકો કરતી હતી. અભિનેત્રીને નાનપણમાં અજીબો ગરીબ શોખ પણ હતા જેને લઇને તેના ચાહકો પણ અચંબીત છે.
કલ્કિએ જણાવ્યું હતું કે, શાળાના દિવસોમાં હું ખુબ શરારત કરતી હતી. આ દરમિયાન હું ગંદા જોક્સ પણ કરતી હતી અને છોકરાઓને પડકીને જબરદસ્તી કિસ કરી લેતી. હું ખુબ ભયાનક હતી. હું છોકરાઓનો પીછો કરતી અને તેને કિસ કરવાનો પ્રયાસ કરતી. કારણ કે ત્યારે છોકરાઓને એવું લાગતું હતું કે આવું કરવાથી ક્યાંક તેનામા છોકરીવાળી બિમારી ન આવી જાય.
કલ્કિએ આગળ વાત કરતાં જણાવ્યું કે, તે અલગ અને શાંત સ્વભાવની છોકરી હતી. કારણ કે એની માતા ખુબ કડક હતી અને એના કારણે તેનામાં પણ ઘણો સુધારો આવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેના જીવનમાં તેની માતાનો રોલ ખુબ મહત્વનો છે અને તે એને ક્યારેય ભૂલી શકે એમ નથી. ઉલ્લેખનીય છે કે કલ્કિ પણ હવે ટૂંક સમયમાં જ માતા બનવાની છે.
ઉલ્લેખનીય છે કે, કલ્કિ ઘણા સમયથી બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગને ડેટ કરી રહી હતી. હાલમાં બન્નેએ લગ્ન નથી કર્યા પરંતુ લગ્ન વગર જ માતા બનવાથી અભિનેત્રી ઘણી ખુશ છે. સોશિયલ મીડિયા પર તે ઘણીવાર બેબી બંપની તસવીરો અપલોડ કરતી જોવા મળે છે.