એ જૂના દિવસો યાદ આવી જાય છે કે જ્યારે રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શન પર બઉ જ આતુરતા થી અમે શનિવાર અને રવિવારની રાહ જોતા !

Hareesh
એ જૂના દિવસો યાદ આવી જાય છે કે જ્યારે રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શન પર બઉ જ આતુરતા થી અમે શનિવાર અને રવિવારની રાહ જોતા ! કેમ કે એ દિવસે સાંજે 8 વાગે એક ફિલ્મ આવતી જે આખું પરિવાર બેસીને નિહાળતું ! પણ આજે ફિલ્મો માં એ રસ નહીં રહ્યું ! 

આજે લોકો ફિલ્મો પરિવાર જોડે જોવાનું ટાળે છે વાંક એમનો છે કે પછી અમારા ફિલ્મ ઉદ્યોગ નું ? ફિલ્મો હંમેશા થી સામાન્ય નાગરિક ના જીવન ને સ્પર્શતું જાય છે. આજે ફિલ્મો માં દર્શક માટે જે સામગ્રી પીરસવામાં આવે છે શું એ  યોગ્ય છે ? વાંક એમનું પણ નથી એમને પ્રોત્સાહન ક્યાંથી મળે છે કે હું આવી ફિલ્મ બનાવીશ તો એ લોકોને વધારે ગમશે ?

આનું ઉત્તર હું પાઠક સુધી સીમિત રાખું છું ! બહુ જ ઓછા ફિલ્મ નિર્માતા આજે એવા છે કે જે સમાજ માં રહેલી  રૂઢિવાદી વિચારધારાઓ અને એની કુંઠિત માનસિકતા ને મુદ્દો લઈને ફિલ્મ બનાવે છે જે માણસ ને કઈ શીખ આપી જાય છે જ્યારે આજે તો રોમાન્સ અને દબંગ સ્ટાઇલ ની એવી શીતલહર ચાલી છે કે બધા ફિલ્મ નિર્માતા એના થઈ ગ્રસિત છે. આજે અસલીલતા ને ફિલ્મો નું આભૂષણ માનવામાં આવે છે. આવી ફિલ્મો લોકો પર શુ અસર કરશે ? કે જ્યારે કોઈ ફિલ્મ, પરિવાર નાં સભ્યો સાથે જોઇએ અને અચાનક એક એવો સીન આવી જાય છે કે કોઈ દિવાર જોવા લાગે, કે પછી કોઈ પણી પીવા ઉભો થયી જાય છે પણ કોઈ એ સીન ને કાપવા માટે ઉભું નહીં થતું ! એવું જૂની ફિલ્મોમાં નોતું સાહેબ.

અંતે બસ આજ કહેવા માગું છું કે આજના નિર્માતાઓ ને એમના થઈ શીખ લેવી જોઈએ કે ફિલ્મો માં કઈ સામગ્રી પીરસવી કે જેથી સામે વાળી વ્યક્તી ની માનસિકતા પર સારો પ્રભાવ પડે એમને એ જવાબદારી નો એહસાસ હોવો જોઈએ કે ફિલ્મો એ એક શ્રેષ્ઠ  સમાજ નું નિર્માણ કરવા મહત્વ નું ભાગ ભજવે છે જે કોઈ અભણ વ્યક્તિ ને પણ સારી રીતે સમજ પાડી શકે છે. ફિલ્મો એવી હોવી જોઈએ કે એ પરદા પર થી જતા જતા સામે વ્યક્તિ ઉપર એક(સારી) છાપ છોડી જાય. અંતે એ તો લોકોની જ ઈચ્છા છે કે એ તો એજ વસ્તુ જોશે જેમાં એમને શીખ ઓછી સામગ્રી વધાર મળે !


Find Out More:

Related Articles: