'કાર્તિક આર્યનની પાછળ બેસવા મને મળ્યા પૈસા'

frame 'કાર્તિક આર્યનની પાછળ બેસવા મને મળ્યા પૈસા'

Shukla Hemangi
બોલિવૂડમાં થોડા દિવસ પહેલા જ ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની પહેલી ફિલ્મ સાથે જ કાર્તિક આર્યનના કારણે પણ ચર્ચામાં રહી છે. સારાની પહેલી ફિલ્મ કેદારનાથ અને સિમ્બા બંને સુપરહીટ સાબિત થઇ છે અને હવે તે કાર્તિક આર્યન સાથે ઇમ્તિયાજ અલીની ફિલ્મ કરી રહી છે જે બોલિવૂડમાં ચર્ચાનું કારણ બની છે. 
આમ તો સારા અલી ખાન જેટલી પોતાની ફિલ્મ માટે ચર્ચામાં રહે છે તેટલી જ તે કાર્તિકના કારણે ચર્ચામાં છે. આજકાલ આ બંને અનેક વખત સાથે જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા કાર્તિક લખનવ ફિલ્મ પતિ, પત્ની ઔર વોનું શૂટિંગ કરી રહ્યો હતો તો સારા અલી ખાન તેને મળતા સેટ પર પહોંચી ગઇ હતી. આ ઉપરાંત હાલમાં જ બંને દિલ્હીના એક ફેશન શૉમાં સાથે જોવા મળ્યા હતાં. આ ઉપરાંત સારાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કાર્તિક વિશે કહી રહી છે કે તેની સાથે સેટ પર કામ કરવાની ખૂબ જ મજા આવી સેટ પરનો એક એક દિવસ ખૂબ જ ખાસ હતો. તેને પોતાને વિશ્વાસ ન હતો થતો કે તે કાર્તિક સાથે બેસીને બાઇક પર ફરવા મળ્યું જેના માટે મને પૈસા મળ્યા કેમકે આ તક માટે અનેક છોકરીઓ મરી રહી છે. 


Find Out More:

Related Articles:

Unable to Load More